રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
પાટડી તાલુકાના અખીયાણા ગામમાં એક શખ્સનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં અબી ગયું હતું , જે બાબતે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પડી જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ કેસને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે, આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર – જવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે, આ વિસ્તારના લોકોને રાસન, આવશ્યક વસ્તુ તંત્ર દ્વારા તેઓના ઘરે પહોંચાડવામાં આવશે, તેમજ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ, પોલીસ બંદોબસ્ત, તેમજ પરવાનગી વિના વસ્તીની આ વન જાવન પર નિયત્રંણ કરશે, તેમજ અન્ય વિસ્તારમાં આવશ્યક વસ્તુઓ સંબન્ધિત અવર – જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રહેશે, અને સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધી જ મુક્તિ આપવામાં આવશે, આરોગ્ય વિભાગ દ્વારા અખીયાણાગામને સૅનેટાઇઝ કરી, આ શખ્સના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લઇ ઘરે ઘરે ફરી લોકોને હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી.