રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જિલ્લાના સમાહર્તા સી.જે.પટેલ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની મુલાકાત લીધી હતી તો મીડિયા દ્વારા ગોપીનાથ સોસાયટી ગેટ નંબર-બે આગળ વેચવામાં આવતાં દેશી દારૂ ના વેચાણ અંગે પુછતા જીલ્લા સમાહર્તા જણાવ્યુ કે એસ.પી.જોડે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે.
હાલ કોરોના ની મહામારી ને લઈને દેશ સહિત વિદેશોમાં હજુ કોરોના નું ગ્રહણ યથાવત છે ત્યારે ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના નું ગ્રહણ લાગ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસો નો આક ૩૨૮ પહોચ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ કોરોના નો કહેર યથાવત છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં પણ કોરોના પોઝીટીવ કેસો માં દિનપ્રતિ દિન વધતા જતા કોરોના ના કેસોને લઈને ચિન્તા પણ વધી છે તો ગોપીનાથ સોસાયટી માં રહેતા શર્મા રાજુભાઇ રમણલાલ ઉ.વર્ષ ૫૦ તેવોનુ પણ ગાંધીનગર ખાતે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે તો પ્રાંતિજ પીએચસી માં લેબ ટેકનીશીયન તરીકે ફરજ બજાવતા મનોજકુમાર નું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે ત્યારે પ્રાંતિજ ના કન્ટેઇનમેન્ટ ઝોન ની આજે જિલ્લા સમાહર્તા સી.જે.પટેલે પ્રાંતિજ ની જનતા સોસાયટી કન્ટેઇનમેન્ટ ઝોન અને પીલુદા ખાતે આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની મુલાકાત લીધી હતી તો પ્રાંતિજ સહિત તાલુકાના જિલ્લાના લોકો ને સમાહર્તા દ્વારા કામ વગર બહાર ના જવા અને બહાર નીકળો ત્યારે ફરજીયાત માસ્ક પહેરવા તથા ચેપ લાગે તેવી જગ્યાએ જવાનુ ટાળો , શ્રાવણ માસ માં ધરે રહીને પુજા કરો જીલ્લાના લોકો ને જણાવ્યુ હતું તો પ્રાંતિજ ગોપીનાથ સોસાયટી ગેટ નંબર-બે પ્રાંતિજ પોલીસ ચોકી ની પાછળ જાહેર માં વેચાતા દેશી દારૂ ના વેચાણ અંગે પુછતા જીલ્લા સમાહર્તા સી.જે.પટેલે જણાવ્યું કે આ અંગે હું એસપી જોડે ચર્ચા કરીશ અને લાગતા વળગતા ઓ સાથે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાયું હતું તો પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી સોનલ બા પઢેરીયા , પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા , તાલુકા હેલ્થ ઓફિસ આર.કે.યાદવ , ર્ડા.ચંદાબેન પરમાર , નાયબ મામલતદાર દિગવિજયસિંહ , સર્કલ મામલતદાર ભરતભાઈ પુરોહિત , નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ , પ્રાંતિજ મહિલા પી.એસ.આઇ એ.બી.મિસ્ત્રી સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.