વડોદરા: ડભોઇ શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની વરણી- કાર્યકરોમાં આનંદનો માહોલ

vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા દ્વારા નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી જેમાં ડભોઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.સદીપભાઈ શાહ ની વરણી કરવામાં આવી હતી. જેવોએ ડભોઈ પાલીકામાં કારોબારી ચેરમેન તરીકે સેવાઆપેલ સાથે રાજકીય તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ માં સેવાઓ આપવામાં તત્પર રહે છે. ડો.સદિપ શાહ ને શહેરતાલુકા ભાજપના કાર્યકરો ધારાસભ્યશૈલેષ ભાઈ મહેતા (સોટ્ટ) ,ડો.બી.જે.બ્રહ્મભટ્ટ,અશ્વિનભાઈપટેલ (વકિલ), સુખદેવ પાટણવાડીયા,
કાઉન્સિલરો એ શુભેચ્છા પાઠવી હતી. સાથે વિવિધ હોદેદારો ની વરણી કરવામાં આવી હતી. જેમાંમહામંત્રીતરીકે બિરેન શાંતિલાલ શાહ અને અમિતભાઈ મગનભાઈ સોલંકી ની નિયુક્તિ કરેલ છે. ઉપ પ્રમુખ માં કરેલ નિયુક્તિ માં હિતેશભાઈ વલ્લભભાઈ શાહ, લક્ષ્મીચંદ જમનાદાસ મોરવાણી, સંજયભાઈ બાલુભાઈ પટેલ, ભરતભાઈ નારણભાઈ વસાવા,કાન્તાબેન મહેન્દ્રભાઈ રાઠોડ, રાધાબેન હસમુખભાઈ રાણા ની વરણી કરવામાં આવી હતી. અને મંત્રી તરીકે વિપુલભાઈ મહેન્દ્રભાઈ ભટ્ટ, વિજયભાઈ શંકરભાઈ રબારી, કાજલબેન સંજયભાઈ દુલાણી, બંકિમભાઈ ભાલચંદ્ર પૂરોહીત, સમીર કે.પટેલ અને શિતલબેન હિતેશભાઈ ઠાકોર ની વરણી કરવામાં આવી છે. તેમજ કોષાધ્યક્ષ તરીકે તેજલબેન દક્ષેશભાઈ સોની ની વરણી કરવામાં આવી હતી. જેનાથી કાર્યકરોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *