રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી ને હવે ગણતરીના દિવસો રહેતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવા લાગ્યો છે ડભોઇ નગરપાલિકા ની કુલ ૯ વોર્ડની યોજાનાર ચૂંટણીમાં એક વોર્ડ માં ચાર બેઠક છે એટલે કે કુલ ૩૬ બેઠકો નો નગરપાલિકામાં સમાવેશ થાય છે રાજકીય પક્ષોમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીએ પાલિકાની ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. સાથોસાથ અપક્ષો પણ આ વર્ષે વધુ ઊભા રહેલ છે જેના કારણે રાજકીય પક્ષોને તે માથાના દુખાવા સમાન છે અપક્ષોના કારણે ત્રિપાંખિયો જંગ ચૂંટણીમાં જામશે જેના કારણે કયા પક્ષીની કેટલી બેઠકો આવશે તે કહેવું મુશ્કેલ બને છે રાજકીય નિષ્ણાંતોનું કહેવું છે કે અપક્ષો બાજી મારી જાય તો કોઈપણ પક્ષ અપક્ષોના ટેકા લીધા વગર સત્તા સ્થાને બિરાજ સે નહિ.ડભોઇ નગરપાલિકાની ૨૦૧૫ની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસને ૨૮ બેઠકો મળી હતી. જ્યારે ભાજપને ફક્ત ચાર બેઠકો મળી હતી અને ચાર અપક્ષો ચૂંટાયા હતા હવે ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીમાં કયો પક્ષ મેદાન મારી જાય છે તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે પરંતુ નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે અપક્ષો વધુ હોવાથી રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો સમાન છે જે પક્ષ વારાએ ટિકિટ નથી આપી તે પક્ષથી નારાજ થયેલા અપક્ષમાં ઉમેદવારી કરી ઊભા રહેલ છે. ડભોઇ નગરપાલિકાના મોટાભાગનાં વોર્ડમાં અપક્ષો ઊભા રહેલ છે/ વોર્ડ નંબર એકમાં અપક્ષોએ તો પેનલ બનાવી છે આ પેનલનો સીધો મુકાબલો ભાજપની પેનલ સાથે થશે. ડભોઇ નગરપાલિકાના કેટલાક વોર્ડમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખેલ છે. ડભોઇ નગરપાલિકાની ૨૦૨૧ની ચૂંટણીમાં ભાજપે લઘુમતીને પણ ટિકિટ ફાળવેલ છે નગરપાલિકાના કેટલાક વોર્ડમાં પેનલોમાં ભાંગફોડ થશે એવું ચૂંટણી નિષ્ણાતોનું કહેવું છે વોર્ડ નંબર સાતમાં જોવા જઈએ તો ભાજપની પેનલ છે તેની સામે કોંગ્રેસનો ફક્ત એક જ ઉમેદવાર મંગીબેન તડવી છે. જ્યારે છેલ્લા ત્રણ ટર્મથી જીતતા એવા હિતેશકુમાર વલ્લભદાસ શાહ ઉર્ફે એચ.વી.શાહ ઉમેદવારે અપક્ષમાંથી આ વખતે ઝંપલાવ્યું છે બીજા અપક્ષોમાં વૈદેહી જૈન તથા ધનરાજભાઇ નીકવાની ઊભા રહેલ છે આ ઉમેદવારોએ અગાઉ ભાજપમાંથી ટિકીટ માંગી હતી પરંતુ ભાજપ પક્ષે ટિકિટ ના આપતા તેઓ અપક્ષમાં ઊભા રહેલ છે વોડ નંબર સાતમાં ભાજપની પેનલ ગત ૨૦૧૫માં આવી હતી. ૨૮ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે.