વડોદરા: નર્મદા કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં ડભોઇ કિસાન સંઘ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

vadodara
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ

ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તેમજ ચોમાસુ પાક લેવાની પણ પુરતી તૈયારીઓ થઇ રહી છે ત્યારે નર્મદા કેનાલમાં પાણી ન છોડતા ૨૦ ઉપરાંત ગામોના ખેડૂતોની સ્થિતિ કફોડી બની જવા પામી છે.આ નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગે નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરતા હોવાથી ખેડૂતોને આજદિન સુધી પાણી મળી શકતું નથી આપણો દેશ ખેતીપ્રધાન દેશ હોવા છતાં પણ ખેડૂતની આવી કફોડી હાલત દયનીય છે જેને ધ્યાનમાં લઇ પોર બ્રાન્ચ દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તે માટે ડભોઇ કિસાન સંઘ પ્રમુખ સુરેશભાઈ પટેલ , વડોદરા જિલ્લા પર્યાવરણ સંયોજક રમેશભાઈ કોઠીયા અને ૭ ગામ ખેડૂત સંઘ દ્વારા સેવા સદન ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરી ખેડૂતોની મુશ્કેલીઓને દૂર કરી સમયસર પાણી મળે તેવી રજૂઆતો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *