રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં પ્રકૃતિ ના ખોળે વસેલા આદિવાસી સમાજ ના લોકો અને ખાસ કરીને મહિલાઓ છોકરીઓ એકજ ડ્રેસ માં સજ્જ થઈ આવી હતી વર્ષો જૂની પરંપરા મુજબ મોટા પાવા યુવાનો એ વગાડ્યા હતા અને યુવાનો પણ એકજ ડ્રેસ મા દેખાઈ પડ્યા હતા આદિવાસીઓની સાંસ્કૃતિક રીત રિવાજો મુજબ દિવાસા ની ઉજવણી કરવામાં આવી હતી. હાલ વરસાદ બાદ નસવાડી તાલુકામાં ડુંગર વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે આદિવાસી લોકોને લીલોતરી મા ખુલ્લી હવા નીચે નુત્ય કરી દિવાસા ની ઉજવણી કરી હતી.