રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી
આ યોજનામાં તમામ ખેડૂતો ને હવે દિવસે પણ પૂરતો વીજપુરવઠો મળશે. જ્યારે ખેડૂતો ને અન્ય ખેતીના ઓજારો સહિત ની સામગ્રી આપવામાં આવશે જેને લઈ ને આજરોજ નસવાડી ના તણખલા ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અર્થવ્યવસ્થા ની સદંતર નિષ્કાળજી સામે આવી હતી. ઉપસ્થિત તમામ આગેવાનો તેમજ ખેડૂતો ને જે પીવાના પાણી ના બોટલ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પાણીના બોટલો એક થી દોઢ વર્ષ જુના પ્રિન્ટ વાળા હતા. સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ની ગ્રાંટો જનતા માટે ફાળવવામાં આવે છે. ત્યારે જવાબદારી તંત્ર ની નિષ્કાળજી નો ભોગ નિર્દોષ જનતા બની રહી છે
.