મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આગામી માસમાં આવનાર ધાર્મિક તહેવારોમાં કોરોના સંદર્ભેની લેવાની થતી તકેદારી અંગે ધાર્મિક સ્થળોના વડાઓ સાથે બેઠક યોજાઇ.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા ઉષા રાડા (દેસાઇ) ની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભા ખંડમાં આગામી માસમાં આવનાર ધાર્મિક તહેવારોના અનુસંધાને ગૃહ વિભાગ, ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ ધાર્મિક સ્થળો/ ઉપાસનાના સ્થળોમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રીત રાખવાના હેતુસર જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક મંડળો, આયોજકો, ટ્રસ્ટીઓ સાથે તેઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ધ્વારા નક્કી કરવામાં આવેલ SOPનું અમલવારી કરવા અંગે બેઠક યોજાય હતી.

આ બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળો/ ઉપાસનાના સ્થળોમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇન મુજબ પ્રવેશ દ્વારા ઉપર ફરજીયાત હાથની સ્વચ્છતા માટે સાબુ પાણી અથવા સેનેટાઇઝર અને થર્મલ સ્ક્રિનીંગની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. માસ્ક પહેરેલ વ્યક્તિઓને જ પ્રવેશની મંજુરી આપવાની રહેશે. ધાર્મીક સ્થળ પર પરીસરની અંદર કે બહાર સામાજીક અંતરનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ધાર્મીક સ્થળ પર વ્યક્તિઓને મોટા પ્રમાણમાં સમુહમાં એકત્ર કરવા, મોટા મેળાવડા, ધાર્મીક સભા, સત્સંગ જેવા સામુહ કાર્યો પર પ્રતિબંધ રહેશે. ધાર્મીક સ્થાનની અંદર પ્રસાદ, પ્રવિત્ર પાણીનું વિતરણ અથવા પ્રવિત્ર જળ છંટકાવ પર પ્રતિબંધ છે. ધાર્મીક સ્થાનોએ કોવિડ -૧૯ અંગે નિવારક પગલા દર્શાવતા પોસ્ટરો-લખાણો યોગ્ય જગ્યાએ સ્પષ્ટ પણે પ્રદર્શીત કરવાના રહેશે. તેમજ કોરોના સંદર્ભની જાગૃતિ માટે ઓડીયો તેમજ વિડીયો ક્લિપ નિયમીત પણે ચલાવવાની રહેશે. આમ એસ.ઓ.પી ઉપરાંત ભારત સરકાર અને રાજ્ય સરકારની વખતો વખતની કોરોના સંદર્ભના દિશા નિર્દેશોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું.

વધુમાં જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક મંડળો, આયોજકો, ટ્રસ્ટીઓને સમજુત કરી તેઓ સ્વૈચ્છિક રીતે જ ધાર્મિક મેળા, ગણેશ મંડળોને આયોજન ન કરવા તેમજ ફરજિયાત માસ્ક અને સોશીયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા સુચના આપી. ફલાઈંગ સ્ક્વોડની રચના કરી આકસ્મિક તપાસણી કરવામાં આવશે. જાહેર જનતા ધ્વારા પણ ધાર્મિક મૂર્તિઓનું જાહેર સ્થળોએ સ્થાપન ન કરતા પોતાના ઘરમાં જ પૂજા અર્ચના કરવા તેમજ જાહેર સ્થળોએ મૂર્તિઓનું વિસર્જન ન કરવા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાંત અધિકારી બ્રીજેશ મોડીયા, વિપુલ ચૌધરી તેમજ વિવિધ ધાર્મીક સ્થળોના મહંતો, આયોજકો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *