રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ શૈક્ષણિક નગરી તરીકે પ્રખ્યાત છે જેમાં શહેરથી દૂર નયનરમ્ય વાતાવરણમાં ઉચ્ચ પરિણામ લાવવા સતત પ્રયત્નશીલ એવા સદભાવના સંકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એચએસસી બોર્ડમાં ઉચ્ચ પરિણામ લાવી શહેરમાં શિક્ષણનો ડંકો વગાડ્યો છે ત્યારે ઉચ્ચ પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને શાળાના સંચાલક તેમજ આચાર્ય શિક્ષક ગણ તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.
સદભાવના શૈક્ષણિક સંકુલમાં કોરોનાની મહામારીના પગલે ઓનલાઈન શિક્ષણ આપવાનું કાર્ય તાલુકામા અગ્રેસર છે જેમાં સદભાવના એપ્લિકેશન દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ હોમવર્ક પરીક્ષા અને ઉચ્ચ પરિણામ મેળવવામાં પ્રયત્નશીલ છે જેમાં સદભાવના સ્કુલ હળવદ નામની youtube ચેનલ દ્વારા વિડીયો અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સતત કાર્યરત છે.
હળવદની શૈક્ષણિક સંકુલમાં બોય્સ & ગર્લ્સ હોસ્ટેલ સુવિધા ધો- 5 થી 12 સુધી અને હાફ-ડે ફૂલ-ડે કરવા માટે વિદ્યાર્થીઓને પસંદગીની સંપૂર્ણ આઝાદી આપવામાં આવે છે. તાજેતરમાં જાહેર થયેલા એચએચસી બોર્ડમાં 60 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પરીણામમા પ્રથમ સતવારા જગદીશ 99.71 પીઆર દ્રિતિય રાઠોડ આયુશી 98.86 અને તૃતીય ચાવડા દર્શન 98.12 પીઆર મેળવી સમગ્ર તાલુકામાં સદભાવના સ્કુલનો ડંકો વગાડ્યો હતો ત્યારે સ્કૂલના એમડી ગિરીશ ભાઈ લકુમે દરેક વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.