આમોદ 79 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા લેવાયા જરૂરી પગલાં

bharuch Latest
રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ

આમોદ ના આમલીપૂરા વણકરવાસમાં 79 વર્ષીય વૃદ્ધ ચતુરભાઈ પરમાર ને કોરોના પોઝિટિવ મળી આવતા તેઓને વડોદરા ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખેલ છે.

આમોદ શહેરના વોર્ડ નંબર 3 ના આમલીપુરાં વિસ્તારના સંક્રમિત થયેલા 21 ઇસમોને આમોદ ગુરુકુલ સ્કૂલમાં કોરન્ટાઇન કરેલ છે.

વહીવટી તંત્ર દ્વારા આમલીપૂરા વિસ્તારને સીલ કરેલ હોવાથી આજ રોજ આમોદ નગરપાલિકાના કોવીડ 19 ના નોડલ નરેશ પંડ્યા દ્વારા શાકભાજી અને અનાજના વેપારી સાથે તે વિસ્તારમાં સેફ્ટી સાથે વેચાણ કરાવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *