મોરબી: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગૂંજ્યા…

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

આજથી શરુ થતા પવિત્ર શ્રાવણ માસને પગલે શિવભકતોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિ જોવા મળી રહ્યા છે અને આજથી શહેરમાં આવેલ વિવિધ શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા અને ભક્તો ભગવાન શિવને રીઝવવા જળ અને દુધાભીષેક કરાયો.

પવિત્ર શ્રાવણ માસમાં હળવદ શહેરના વેજનાથ મહાદેવ મંદિર, ગોલેરશ્વર, ભીડભંજન મંદિર, મંદિર, શરણેશ્વર મહાદેવ, પંચમુખી મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડશે જોકે શ્રાવણ માસમાં પણ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો નહિ કરવાની આગોતરા જાહેરાત મંદિરો દ્વારા કરી દેવામાં આવી છે અને ભક્તો સરકારની ગાઈડ લાઈન અનુસાર સોશ્યલ ડીસટન્સ જાળવી તેમજ માસ્ક સાથે દર્શન કરી શકશે હળવદ શહેર માં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે જેથી મંદિરમાં દર્શન વેળાએ પણ ભક્તો ખાસ તકેદારી રાખે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *