રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકાના કવાડીયા ગામે સમસ્ત ઠાકોર કાચરોલા પરિવાર દ્વારા આયોજિત ખોડીયાર માતાજી અને મેલડી માતાજીના માંડવા નું આયોજન કરાયું હતું. તારીખ 19/3 ના રોજ માંડવા રોપણ,અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં હળવદ તાલુકાના કવાડીયા ગામના સમસ્ત ધુમાડા બંધ પ્રસાદ લીધો હતો. જેમાં 6 હજાર ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.જેમાં આજુબાજુ ના ઠાકોર કાચરોલા સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કવાડીયા ગામે આવેલ ઠાકોર કાચરોલા પરિવારના ખોડિયાર માતાજી અને મેલડી માતાજી ના નવરંગ માંડવા નું આયોજન કરાયું હતું.જેમાં શુક્રવારે માંડવા રોપણ અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. અને શુક્રવારે રાત્રે ડાક ડમરૂ સાથે કાર્યક્રમનું આયોજન થશે જેમાં ભુવાઓ રમઝટ બોલાવશે હળવદ તાલુકાના કવાડીયા જીવા.ધ્રાંગધ્રા .દિઘડિયા .ગુંદીયાણા. સુરેન્દ્રનગર .લીયા ગોલાસણ .અમદાવાદ. રાપરા સહિતના ગામના ઠાકોર કાચરોલા પરિવાર દ્વારા મેલડી માતાજી અને ખોડીયાર માતાજી ના માંડવાનું આયોજન કરાયું હતું .જેમાં સમસ્ત કવાડિયા લોકોએ મહાપ્રસાદ લીધો હતો. જેમાં 6 હજાર જેટલા ભાવિકોએ પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે કવાડીયા ગામના સરપંચ વાલજીભાઈ ચારોલા તેમજ હળવદ તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ગણેશીયા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ભુવાઓ ધવજીભાઈ કાચરોલા .ચાંદલીયા ભુવા મુકેશભાઈ કાચરોલા મેલડી માતાજીના ભુવા વહાણ ભાઈ કાચરોલા સહિતના ભુવાઓ અને તમામ કાચરોલા પરિવારના આગેવાનો યુવાનો એ ભારે જહેમત ઉઠાવી હતી.