સાબરકાંઠા: પ્રાંતિજ પોલીસ ચોકીની પાછળ ખુલ્લે આમ દેશી દારૂનું ધુમ વેચાણ.

Latest Sabarkantha
રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ પ્રાંતિજ પોલીસ ચોકી ની પાછળ અને અદ્યતન તૈયાર થઈ ગયેલ નગરપાલિકાના ટાઉન હોલ પાસે પ્રાંતિજ પોલીસ ની છત છાયા માં દેશી દારૂ નું ધુમ વેચાણ તો ખુબ આરોગ્ય સચિવ જયંતિ રવિએ રજુઆત કરી પણ પ્રાંતિજ પોલીસ તંસ ની મસ ના થઈ.

પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ પોલીસ ચોકી ના પાછળ ના ભાગે બેધડક બિદાસ પણે પ્રાંતિજ-પોલીસ ની છત્ર છાયા નીચે દેશી દારૂ નું ધુમ વેચાણ થાય છે તો પ્રાંતિજ પોલીસ હપ્તા ની લ્હાયમાં રોડ ઉપર ગોપીનાથ સોસાયટી ના ગેટ નંબર-બે આગળ અને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ અદ્યતન ટાઉન હોલ પાસેજ પ્રાંતિજ પોલીસ ની છત છાયા નીચે દેશી દારૂ ની પોટલીઓનુ ખુલ્લે આમ ધુમ વેચાણ થતું હોવા છતાં અને આ અંગે પાસે આવેલ ગોપીનાથ સોસાયટી ના રહીશો દ્વારા અનેક વાર રજુઆતો કરી છે તો ખુદ આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ રજુઆતો કરી છે ત્યારે પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી દ્વારા પણ આ બાબતે રજુઆત કરી છે ત્યારે હાલતો પ્રાંતિજ પોલીસ હપ્તા ની લ્હાયમાં પ્રાંતિજ પોલીસ આરોગ્ય ચચિવ અને નાયબ કલેક્ટર ની પણ હાલ તો એસી કી તૈસી કરી મુકી છે ત્યારે હાલ તો નગરજનો જણાવી રહ્યા છે કે પ્રાંતિજ પોલીસ ચોકીની પાછળ જ ધુમ દેશી દારૂની પોટલીઓ નું વેચાણ થઇ રહ્યું છે તે પ્રાંતિજ ના મહિલા પીએસઆઇ ને દેખાતુ અને માસ્ક સામાન્ય નીચુ કે વેપારી એકલો દુકાનમાં હોય ને માસ્ક થોડું નીચુ હોયતો પણ દંડ વસુલ કરવામાં આવે છે તો આ જાહેરમાં દેશી દારૂ નું વેચાણ તમારી ખુદ ની પોલીસ ચોકી ની પાછળ જાહેર માં દેશી દારૂ ની પોટલીઓ વેચાય છે તેને તો બંધ કરવો જેવા હાલતો નગરજનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે હાલ તો પ્રાંતિજ નગર પાલિકા દ્વારા કરોડો રૂપિયા ની ગાન્ટ માથી તૈયાર થયેલ ટાઉન હોલ ની પણ શોભા વધારે છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શું કોરો ના ની મહામારી ની સાથે આ પોલીસ ની છત છાયા નીચે દેશી દારૂ નું વેચાણ બંધ થશે કે કેમ એ તો હવે જોવુ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *