રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
આજરોજ પોલીસ અધિક્ષકશ્રી હિમકરસીહ ના સુચના પ્રમાણે કેવડિયા ખાતે નર્મદા માતાની મૂર્તિ પાસે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે કે પાઠક સાહેબ તથા તેમના પોલીસ સ્ટાફ સાથે ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન અમુક લોકો ગાંધીનગર ની લાગવગ લગાડવા પણ કસર બાકી નથી રાખી. પણ ત્યાં ફરજ પર શ્રી પી એસ આઈ કે કે પાઠક સાહેબ નિષ્ઠા પૂર્વક ફરજ રહ્યા છે અને કોઈ ને જવા દીધા નથી. તેમને પાછા મોકલ્યા ગવરમેન્ટ ના વાહનમાં પણ જો કોઈ અધિકારીએ પણ માસ્ક ના પહેર્યું હોય તેમને પાસે થી પણ દંડ વસુલ કર્યા. માસ્ક પહેર્યા વગર લોકો નીકળી પડતા હોય છે તે ખુબજ ગંભીર બાબત હોય છે. જેથી આજે લોકો ને માસ્ક પહેર્યા વગર આવતા તે લોકો પાસે થી સ્થળ પર ૨૦૦ રૂપિયા દંડ વસુલ કરવામા આવ્યા છે અને દરેક લોકોને માસ્ક આપી ને પહેરાવી ને જણાવેલા કે આવી ભૂલ ફરીથી ન કરે અને માસ્ક પહેરીને જ ઘર થી બહાર નીકળો એવી સૂચના આપી હતી. તમામ જનતા ને મારી નમ્ર વિનંતી છે કે ગમે ત્યારે ઘરથી બહાર નીકળો ત્યારે માસ્ક પહેરીને નીકળવું આ બધુ તમારા હિત માટે છે તેવી સુચના આપી હતી.