રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
વરસાદને કારણે છેલ્લા 12 દિવસથી ખરીદી સેન્ટર બંધ હતું, રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોને બોલાવાયા.
હળવદ માર્કેટ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી સેન્ટર ચાલુ કરાયું હતું. જોકે વરસાદી વાતાવરણને લઇ છેલ્લા ૧૨ દિવસથી આ ખરીદી સેન્ટર બંધ હોય, જે મંગળવારથી ચાલુ થવાનું હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચી શકે તે માટે હળવદ માર્કેટ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ખરીદી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જોકે થોડા દિવસો પહેલા જે અગાઉ ખેડૂતો જે ચણાનો જથ્થો વેચી શકતા હતા. તેમાં ઘટાડો કરી માત્ર ૨૭ માણ જ ખેડૂત ચણા વેચી એવું નક્કી કરાયું હતું. જોકે તે પણ છેલ્લા ૧૨ દિવસથી બંધ હતું. જે આજે મંગળવારથી માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે ચણા ખરીદી સેન્ટર ચાલુ થઈ રહ્યું છે. જેથી, રજીસ્ટેશન થયા છે, તે પ્રમાણે જ ખેડૂતોને ચણા વેચવા બોલાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે અધિકારીઓ સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે હાલ વરસાદી માહોલ છે. જેથી, ખેડૂતો ચણા વેચવા આવે ત્યારે ખાસ ચણાનો પાક વરસાદ આવે તો પલળે નહીં તેની ખાસ અપીલ કરાઇ છે.