રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી શિકાર કરી વન્ય પ્રાણી ને મોત નેઘાટ ઉતારતી ગેંગ પાટણ જિલ્લાના સમી પોલીસ એ પકડી પાડી હતી. જેમાં આ શિકારી ટોળકી પાસે થી શિકાર કરેલ વન્ય પ્રાણી અને બંદુક અને મોટરસાયકલ બાઈક કબજે કરી સમી પોલીસએ ત્રણ આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ જિલ્લાના સમી વિસ્તારમાં પાક રક્ષણ ના નામે હથીયાર બંદુક લઈને વન્ય પ્રાણી નો શિકાર કરતાં લોકો ના હથીયાર ના લાયસન્સ રદ કરવા જીવ દયા પ્રેમીઓ ની માંગ ઉઠવા પામી છે. પાટણ જિલ્લાના વન અધિકારી ઓ જાગૃત બની વન્ય પ્રાણી નો શિકાર અટકાવે અને આવી વન્ય પ્રાણી નો શિકાર કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી જીવ દયા પ્રેમીઓ ની માંગણી ઉઠાવી પામી છે. જે શિકારી ગેંગ ઝડપાઈ છે તેના સામે પાટણ પોલીસ કડક કાર્યવાહી કરે આ ગેંગ સાથે અન્ય લોકો ની સંળાયેલા છે કે કેમ તે તપાસ કરે તેવી જીવ દયા પ્રેમ ઓ ની માંગણી ઉઠવા પામી છે.