પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શોચાલય બનાવવામાં થયેલ ભષ્ટ્ચાર..

Patan
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર ના નીતિ નિયમો અનુસાર બનાવવા ના સંડાસ માં ગેરરીતિ થયાનું બહાર આવેલ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ના રવિનગર માં બનાવવા આવેલ સંડાસ હલકી ગુણવત્તા ના બનાવી કોન્ટ્રાકટર દ્વારા અધિકારી ની મીલી ભગત થી લાખો રૂપિયા ઉપાડી લીધા નું ગામ ના એક જાગૃત નાગરિકે ને ખબર પડતાં તાત્કાલિક ધોરણે અરજી કરી તપાસ ની માંગણી કરવામાં આવી. સંતા વાર મ વાર રજુઆત કરવામાં આવેલ બાદ પાટણ થી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી માંથી તપાસ ટીમ આવેલી તપાસ હાથ ધરી તપાસ કરતા જાણવા મળ્યું કે સંડાસ ની કામગીરી ખુબ નબળી હોય હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી લોકો ને મળતા સરકાર ના લાભો સાથે કોન્ટ્રાકટર અને સરકારી બાબુઓ મળી ગરીબો ને મળેલ સોચાલય સોભાના ગાંઠીયા સમાન સ્વસ્થ ભારત નું સપનું આપના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનું આ રીતે થશે પૂરું ત્યારે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામોમાં સંડાસ કુભાડો થયા શે ત્યારે રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધીનગર થી ઉચ કક્ષાએ થી ટીમ બનાવી તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયા નું સોચાલય બનાવવાનું કૌભાંડ બાહર આવવાની શક્યતા.

આ યોજના હેઠળ કોન્ટ્રાકટર અને અધિકારી સાથે મળીને મોટા પાયે ગરીબો ના નામે કૌભાંડ આચરી રહ્યા છે ત્યારે લોકો ની માંગ ઉઠવા પામી છે જે અધિકારી બીલ પાસ કરી ને કોન્ટ્રાકટર ને નાણાં આપે છે તેજ અધિકારી ઓ સંડાસ ની તપાસ માં આવેશે તો અન્ય એજન્સી ને તપાસ આપવામાં આવે તોજ કૌભાંડ બાહર આવવાની શક્યતા સ્વચ્છ ભારત નું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું ઘરે ઘરે શૌચાલય બનાવી સ્વચ્છ ભારત બનાવવાનું સપનું આવા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પૂરું થવા દેશે તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે તો આ પછાત વિસ્તાર ની અંદર થયેલા કૌભાંડ ની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી રાધનપુર વિસ્તારના લોકોની માગણી ઉઠવા પામી છે અને યોગ્ય તપાસ થાય તેવી જાગૃત નાગરિક દ્વારા માંગણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *