રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
દાંતા તાલુકો આદિવાસી વિસ્તાર હોઈ સરકાર દ્રારા વસ્તી ના પમાણ માં આરોગ્ય કેન્દ ખોલવામાં આવેલ છે જેમાં દાંતા થી બાર કિલોમીટર અંતર યાર વિસ્તાર માં આવેલૂ કુવારસી પ્રાથમીક આરોગ્ય કેન્દ માં ફરજ બજાવતા શ્રી ર્ડો દંપતી પ્રાથમીક આરોગ્ય કેન્દ માં ફરજ બજાવે છે કુવારસી આરોગ્ય કેન્દ ના વિસ્તાર માં અંતરયાર ગામો માં કોઈ પણ મેડિકલ સુવિધા ઓ ઉપલબ્ધ નથી આ લોકો ના આરોગ્ય નો સગળો આધાર કુવારસી આરોગ્ય કેન્દ પર છે લોકો ને નાની મોટી બીમારી માં દવા લેવા કુવારસી આવવુ પડે ત્યારે આ દવાખાના માં નોકરી કરતા દંપતી ખુબજ ઉસ્સા થી દર્દીઓની સેવા કરે છે ના છુટકે વઘુ સારવાર માટે આગળ મોકલવા માં આવે છે આ આરોગ્ય કેન્દ માં પ્રસુતી માટે ર્ડોકટર દંપતી દ્રારા વિશેસ કાળજી લઈ સફળ ડિલેવરી કરાવવા માં આવે છે દર માસે આશરે ચાલીસ થી પચાસ જેટલી ડિલેવરી કેસ આ આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવે છે. જેમાં ર્ડોકટરો દ્રારા સારી કામગીરી કરી પ્રસુતા ઓને સંતોશ થાય તેવી રીતે સારી કાળજી રાખવામાં આવે છે આમ આ આરોગ્ય કેન્દ ના વિસ્તાર ના ગામડા ઓમાં આ ર્ડોકટર દંપતીનું લોકો દ્રારા સારી કામગીરી ના વખાણ સાંભળવા મળેલ છે અને રાત્રી ના પણ દદિ ઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે.
હાલ માં કોરોના ની મહામારી વચ્ચે પણ આ ર્ડોકટર દંપતી દ્રારા આવતા દર્દિ ઓને સેનેટ્રાઈઝ કરી ને ફિ દવા આપવા માં આવે છે અને કોરોનાની મહામારીમાં બચવા માટે શું શું પગલા લેવા તેની જાણકારી દર્દિઓને આપવામાં આવે છે.આમ આવી ગંભીર મહામારી વિષેની સમજણ આ વિસ્તાર ની અભણ પ્રજાને આપવાથી આ મહામારી સંક્રમણ ફેલાતુ અટવવા માં આ દંપતી નો મોટો યોગદાન રહયો છે આ બાબત ની નોંધ સરકારશ્રી લઈ આવા ર્ડોકટર દંપતી નુ સન્માન કરવુ જોઈએ તેવી લોક લાગણી અને માંગણીઓ છે.આ ર્ડોકટર દંપતી દ્રારા પ્રાથમીક આરોગ્ય કેન્દમાં ખુલ્લી જમીનમાં બગીચો બનાવી ફળફુલ અને શાકભાજી ના છોળ વાવેતર કરવામાં આવેલ છે આમ આ દંપતી પર્યવારણ ની જાળવણી માં સારો રસ લઈ રહયુ છે ગરીબ દર્દિઓની સેવા એજ એમનો ધર્મ સમજુ આ ર્ડોકટર દંપતી આ વિસ્તારમાં ખુબજ પ્રસંશનીય કામગીરી કરી રહયા છે.