નર્મદા: રાજપીપળા વીજ કંપનીના વાવડી ફીડરમાં વીજળીની અનિયમિતાથી ખેડૂતોના પાકને ભારે નુકસાનની..

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

હાલ કોરોના મહામારી વચ્ચે દરેક રોજગાર ધંધા પર જાણે ગ્રહણ લાગ્યું હોય એમ મંદી જોવા મળી રહી છે ત્યારે ધરતી પુત્રો પણ હાલ ખેતીમાં ખાતર, મજૂરો સહિત અનેક તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે જેમાં નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા વીજ કંપનીની લાપરવાહીના કારણે વાવડી ફીડરમાં વીજળી અનિયમિત મળતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હોવાની બુમ ઉઠી છે. વાવડી ફીડરના વિસ્તારમાં આવતી લગભગ ૫૦૦ એકરજમીનમાં શેરડી,કેળાં સહિતના પાકને નુકસાન થાય છે. વાવડી ફીડરમાં આવતી લગભગ ૫૦૦ એકર જમીન માં ધરતીપુત્રો ખેતી કરે છે પરંતુ આ તરફ વીજળી નિયમિત નમળતા પાણી ના અભાવે કેળાં ની વાવેતર કરેલી ગાંઠો જમીનમાજ સુકાઈ ગઈ હોય સાથે સાથે દિવસ માં આઠ કલાકમળતી વીજળી પણ હાલ છેલ્લા પંદરેક દિવસ થી કોઈ ક્ષતિ સર્જતાં વાવડી ફીડર બંધ રહેતા વીજળી મળતી નથી જેના કારણે આ તરફ ના ખેડૂતો ના કેળા, શેરડી સહિત ના વાવેતરને મોટું નુકસાન થઈ રહ્યું છે. જોકે વાવડી ફીડર ની ક્ષતિ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં વીજ કંપની દ્વારા ૧૬ દિવસ થી હજુ કોઈ કામગીરી કરાઈ નથી તેમજ ટેલીફોન દ્વારા પૂછતાં માણસો તમારી લાઈન પર ગયા છે થઈ જશે તેવા વાયદા મળતાં હોવાનું ત્યાંખેતી ધરાવતા ખેડૂત સ્મિત ઇલાવીયા દ્વારા જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *