રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ઉના-ગીરગઢડા તાલુકામાં શ્રાવણીયો જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે તેને સંપૂર્ણ નાબુદ કરવા ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટર વી.આર.રાઠોડ, પી.એસ.આઈ. કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. એમ.બી.શામળા, એચ.સી. પ્રફુલભાઈ વાઢેર, શૈલેષભાઈ ડોડીયા, રાજુભાઈ ગઢીયા, ભાવસિંહ સીસોદીયા, ઉદયસિંહ સોલંકી, વીરાભાઈ ચાંડેરા પેટ્રોલીંગમા હતા ત્યારે ગીરગઢડા તાલુકાના સનવાવ ગામની નેરડી સીમમાં રણછોડભાઈ પુનાભાઈની વાડીમાં જુગારધામ ધમધમતુ હતુ ત્યાં રેડ કરતા રમેશ વીરા બાંભણીયા, અશ્વીન હસમુખ સાગર, લાલજી પ્રેમજી કાનાબાર, જીતુ હરદાસભાઈ પરમાર, પરેશ પરસોતમ સોનાણી, બીપીન જમનાદાસ વિઠલાણી, પ્રકાશ જેન્તી રાઠોડ, કાળા ઉર્ફે ઘેલા ભીખા પરમાર, મનુ નારણ મેર, રણછોડ પુના મેર રે.સનવાવ, ગીરગઢડા, ખાપટ ગામનાને પૈસાની હારજીતનો ગંજી પતાવડે જુગાર રમતા પકડી પાડી પટ્ટમાં રહેલ રૂા.૧,૨૯,૪૪૦ રોકડા, ૧૦ મોબાઈલ ફોન રૂા.૨૫૦૦૦ ત્થા મોટર સાયકલ નંગ ૩ મળી કુલ રૂ.૨,૨૪,૪૪૦ મુદામાલ કબ્જે કરી તમામને ગીરગઢડા પોલીસ સ્ટેશનને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.