રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના શીલ બારા ગામમાં એક બકરાની કીંમત ૭,૦૭,૭૮૬ છે પરંતુ આ કીંમતમાં પણ આ બકરો વેચાતો નથી આપ્યો એવું તે શું છે વાત કરીએ તો માંગરોળ તાલુકાના શીલ બારાગામનો એક ગરીબ પરીવાર પોતાના જુપડામા વસવાટ કરી રહયા છે જેમની પાસે એક બકરો છે જે બકરાના પેટ ઉપર ઉર્દુ ભાષામાં અલ્લાહ લખાયેલ છે જયારે આ બકરાની ગરદન ઉપર મોહમદ લખાયેલ હોવાનું માલીકે જણાવ્યું છે જેથી આ બકરો ગયા વર્ષમાં ઈદ નીમીતે ૭,૦૭,786 રૂપીયાની રકમમાં મંગાયો હતો પરંતુ આ માલીકે બકરો આપ્યો નહી.જયારે હાલ આ બકરાની શ્રધ્ધા પુર્વક પુજા વિધી કરવામાં આવી રહી છે. અને તેમની પુજા કરવામાં આવી રહી છે. હવે આ ઇદમાં આ બકરો વેચવાની જાહેરાત કરતાં હજારો ઘરાકોએ આ બકરો ખરીદવા માટે દોટ લગાવી છે ત્યારે આ બકરો આખરે કેટલી કીમતમાં વેચાશે તે જોવાનું રહયું છે.