જૂનાગઢ: કેશોદના સેવાભાવી યુવાનને ૧૦૮ હેડ ઓફિસ દ્વારા પ્રમાણપત્ર આપી બિરદાવ્યા.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

ગુજરાત સરકાર અને જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલી રહેલી ૧૦૮ ઇમરજન્સી સર્વિસ માનવ સેવા એજ પ્રભુ સેવા લોકોને ખૂબ જ અત્યંત મદદરૂપ થઇ રહી છે જૂનાગઢ કેશોદ તાલુકાના અસંખ્ય ગામડાઓમાં રોડ ટ્રાફિક અકસ્માત કે પછી સગર્ભા મહિલાઓને ડીલેવરીનો દુખાવો હોય અન્ય કોઈ પણ બીમારી હોય ત્યારે કેશોદ તાલુકાના ગામડાઓમાં સૌથી વધુ મદદરૂપ થઇ ૧૦૮માં કોલ કરી લોકોને મદદરૂપ દિલીપભાઈ દયાતર ઉર્ફે ડીડી જે ફળદુ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી કામ કરે છે. ૧૦૮ હેડ ઓફિસ અમદાવાદ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. જે પ્રમાણપત્ર કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના વરદ હસ્તે ૧૦૮ ટીમની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકામાં જરૂરીયાતમંદ દર્દીઓને સારવાર અપાવવામાં અનહદ સેવા સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિથી કેશોદ તાલુકા ભરમાં સેવાભાવી તરીકે આગવું નામ ધરાવતા દિલીપ દયાતરની કામગીરી બાબતે લોકો બિરદાવી રહયાછે જે બદલ કેશોદ પ્રેસ કલબનાં તમામ હોદેદારો દ્વારા દિલીપ દયાતરને સેવાકીય પ્રવૃત્તિ બદલ શુભેચ્છા પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *