રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદના રાજમહેલ સ્કૂલ નાં મેદાનમાં પોલીસ સંભારણા દિવસ નિમિત્તે ફરજ બજાવતા શહિદ થયેલા પોલીસ કર્મચારીઓ ને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કેશોદ નાયબ પોલીસ અધિક્ષક જે બી ગઢવીની અધ્યક્ષતા માં યોજેલ સંભારણા દિવસ નિમિત્તે કેશોદ, વંથલી, માણાવદર અને બાંટવા પોલીસ સ્ટેશન નાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં. સમગ્ર ભારત દેશના જુદા-જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં ફરજ બજાવતા શહિદ થયેલા ૨૬૭ પોલીસ પરિવારના કર્મચારીઓને પુષ્પાંજલિ સાથે સલામી આપવામાં આવી હતી. સમગ્ર ભારત દેશના જુદા-જુદા રાજ્યોનાં અને કેન્દ્રશાસિત પ્રદેશો માં શહિદ થનાર ને પોલીસ અને પેરામીલેટરી ફોર્સનાં જવાનોનાં નામોનું વાંચન કરી સામુહિક રીતે સદગતી પામનાર વીર શહીદોના આત્માને શાંતિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર ભારત દેશના જુદા-જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ અને પેરામીલેટરી ફોર્સનાં જવાનોનાં સંભારણા દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ સાથે સલામી આપી અન્ય પોલીસકર્મીને પ્રેરણાદાયી અને ગૌરવ અપાવનાર બન્યું હતું. કેશોદ શહેરમાં રાજમહેલ સ્કૂલનાં મેદાનમાં યોજાયેલા સંભારણા દિવસથી દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ઉભું થયું હતું.