અમરેલી: ખેતીલાયક સરકારી પડતર જમીનો બેરોજગારો તથા જરૂરિયાતવાળા પરિવારોને ફાળવવા માંગ.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

યુવા આગેવાન રસિક ચાવડા અને અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી મહેસુલ વિભાગ ને પત્ર લખ્યો.

કોરોના વાઈરસ નાં કારણે બેરોજગારીનું પ્રમાણ પ્રતિ દિન વધી રહ્યું છે તેમજ સામાન્ય પરિવારમાં આર્થિક ભીંસ પણ વધી રહી છે ત્યારે સરકારી જમીનો ખેતી માટે ફાળવવા માટે ઉનાના યુવા આગેવાન રસિક ચાવડા અને રાજુલા ના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી તથા મહેસુલ વિભાગ ને પત્ર લખતા જણાવ્યું હતું કે કોરોના વાઈરસ મહામારી નાં કારણે મોટા ભાગના ધંધા રોજગાર ને માઠી અસરો પડી છે તેમાં શહેરી વિસ્તારમાં બહોળા પ્રમાણમાં લોકોને રોજગારી પૂરાં પડતાં કાપડ ઉદ્યોગ, હિરા ઉદ્યોગ, ટેક્ષ્ટાઈલ ઉધોગ સહિતના મોટાભાગના ઔધોગિક એકમો ને બહુ મોટાં પ્રમાણમાં નુકશાન થયું છે તેનાં કારણે ધણાં પરિવારો બેરોજગાર બન્યા છે તો ધણાં પરિવારો શહેરમાં કોરોના નાં ભયનાં કારણે તથા બેરોજગાર બનતા ગામડાઓમાં રહેવા મજબૂર બન્યા છે ત્યારે રાજ્યના મોટાભાગના ગામડાઓમાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે અને બહુ મોટાં પ્રમાણમાં લોકોને રોજગારી પૂરી પાડે છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ઉધોગો ને સરકારી પડતર જમીનો તથા ખરાબાની જમીનો સામાન્ય ભાવોમાં ફાળવવામાં આવે છે જો આવી જ સરકારી જમીનો ખેતી વિષયક હેતુ માટે ફાળવણી કરવામાં આવે તો ગ્રામ્ય સ્તરે વિશાળ પ્રમાણમાં રોજગારી નું નિર્માણ થશે જેથી બેરોજગારીનાં પ્રમાણમાં પણ ઘટાડો આવશે શહેરો તરફ રોજગાર માટે દોટ મુકતાં પરિવારો ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત થશે તો તેમનાં વૃધ્ધ માતા પિતા ને પણ પરિવારજનો સાથે રહેવા મળશે અને પરિવારો વચ્ચે સંયુકત કુટુંબોની ભાવના કહેવાશે. આથી ગુજરાત રાજ્ય સરકાર નાં મહેસૂલ વિભાગ નાં ખેતી વિષયક હેતુ માટે સરકારી પડતર જમીનના નિકાલ બાબત વિવિધ ઠરાવો મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારો અને જરૂરીયાતમંદ પરિવારોને સરળતાથી ખેતી લાયક ૧૦-૧૦ વીઘા જમીનો મળી શકે તે માટે તાત્કાલિક ધોરણે મહેસૂલ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ ને સૂચના આપવામાં આવે અને સરળ પ્રક્રિયાથી આવાં પરિવારો ને ખેતી કરવા માટે જમીનો મળી રહે તે માટે જરૂરી નિર્ણય લેવામાં આવે. અને જે-તે ગામોનાં લોકો ને ખેતી કરવા માટે સામાન્ય શરતો થી જમીનોની ફાળવવામાં આવે તેવી માંગ સાથે પત્ર લખ્યો હતો આગામી દિવસોમાં બેરોજગારી અને ગ્રામ્ય કક્ષાએ રોજગારી નાં નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા મોટું મન રાખીને આવા પરિવારો ને સરકારી જમીનો ફાળવવા માટે કોઈ નિર્ણય લેવામાં આવે છે કે ફક્ત ઉધોગપતિઓ માટે સરકારી જમીનો છે તે હવે આવનારો સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *