રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
સમગ્ર દેશ માં કોરોના વાયરસ નો હાહાકાર છે. ત્યારે ગુજરાત માં પણ કોરોના નો કાળો કહેર છે. આ પરીસ્થીતી માં અમરેલી જિલ્લામાં પણ ૮ પોઝીટીવ કેસો આવી ગયા છે. આ દરમીયાન અમરેલી જીલ્લા માટે એક રાહત ના સમાચાર મળી રહ્યા છે કે, અગાઉ આવેલા ૨ પોઝિટિવ કેસો ને આજે સપુંર્ણ સારવાર આપી એકદમ સાજા થય ગયા છે. અને તેઓને આજરોજ અમરેલી સિવીલ હોસ્પિટલ માંથી રજા આપવા માં આવેલ છે.
અમરેલી જીલ્લા માં પ્રથમ પોઝીટીવ આવેલ અમરેલી ના ટીંબલા ગામના વૃધ્ધા આજે કોરોના સામે જંગ જીતી ગયા છે. તો બીજી બાજુ જીલ્લા મા બીજો પોઝીટીવ કેસ આવેલ બગસરા ના ૧૧ વર્ષીય કિશોર નો પણ રીપોર્ટ નેગેટીવ આવતા તેમને પણ અમરેલી સીવીલ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવેલ છે. બન્ને ને અમરેલી સીવીલ હોસ્પિટલ માંથી આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વૃધ્ધા અને કિશોરે કોરોના સામે જંગ જીતતા કોરોના યોદ્ધાઓ ને સન્માનીત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ટ્રસ્ટી અને ડોક્ટરએ બન્ને ને પુષ્પ ગુચ્છ આપી ને સન્માનીત કર્યા હતા. બન્ને દર્દીઓ ને ૩૧ તારીખ સુધી હોમ ફેસેલીટી સેન્ટરમાં રાખવામાં આવશે. ત્યારે અમરેલી જિલ્લા માં ૮ કેસો માંથી બે કેસો સાજા થતા જિલ્લામાં આનંદ છવાયો છે.