ફરાળી ગુલાબ જાંબુ

Food

વ્રતમાં ઘણી બધી વસ્તુઓ આપણે નથી ખાઈ શકતા, ત્યારે મનપસંદ મિઠાઈ ખાવાનું મન થાય તો શું કરવું? ગુલાબ જાંબુ એવી એક મિઠાઈ જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. અને અત્યારે ચૈત્ર નવરાત્રી નો પર્વ છે. તો ગણા લોકો ઉપવાસ કરતા હોય છે. તો તે બધા માટે જી સમાચાર લાવ્યું છે. ફરાળી ગુલાબ જાંબુની રેસીપી આ ગુલાબ જાંબુને વ્રતના સમયે પણ સ્વીટના રૂપમાં ખાઈ શકાય છે.

250 ગ્રામ માવો/ખોયા, 4 ટેબલસ્પૂન સિંધાડાનો લોટ, 5-6 કાજૂ, 1/2 ટીસ્પૂન એલચી પાઉડર, તળવા માટે ઘી, 1/4 ટીસ્પૂન બેકિંગ પાઉડર, જરૂર મુજબ પાણી, 1 ટીસ્પૂન ખાંડ પાઉડર

ફરાળી ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા ચાશની બનાવશું 10-12 મિનિટમાં ચાશની થઈ જશે. ત્યારે તેમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી દો. અને તાપથી ઉતારી લો. ચાશની પરફેક્ટ બની છે કે નહી તપાસવા માટે એક ટીપ્પાં ને લઈને આંગળી અને અંગૂઠાની વચ્ચે ચોંટાડીને જુઓ જો જાડું તાર બની રહ્યું છે તો સમજી લો કે ચાશની બની ગઈ છે. જો નહી તો થોડીવાર વધુ ગરમ કરો

  • એક પેનમાં માવા નાખી 2-3 મિનિટ હલાવતા તેને નરમ કરી લો.- તાપથી ઉતારીને ઠંડા કરી લો પછી તેમાં સિંઘાડાનો લોટ અને બેકિંગ પાઉડર મિક્સ કરી લો.
  • તેમાં માવાના ગઠ્ઠાં બિલકુલ ન રહેવા જોઈએ,
  • હવે તે મિશ્રણના મધ્યમ આકારના ગોળા બનાવી દરેક ગોળાના વચ્ચે એક કિશમિશ દબાવી તેને ફરી ગોળ બનાવી લો. કઢાઈમાં ઘીને સારી રીતે ગરમ કરો.
  • પછી ગેસ ધીમો કરી તેમાં ગુલાબજાંબુ તળી લો.
  • ગુલાબજાંબુને હંમેશા ઘીમાં તાપે તળવા જોઈએ નહિ તો તે ઉપરથી કાળા અને અંદરથી કાચાં રહી જશે.
  • ગુલાબ જાંબુને હવે ચાશનીમાં નાખી દો.
  • તૈયાર છે તમારી ફરાળી ગુલાબ જાંબુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *