કોરોના અપડેટ: અરવલ્લીમાં કોરોનાનો આંક ૨૫૦ ને પાર.

Arvalli Corona Latest
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

જિલ્લાના ૩૨૦૬ ઘરના ૧૫૭૫૭ લોકોનો ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો

સર્વે માટે આરોગ્યની ૮૬ ટીમ કાર્યરત

અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવનો ૨૫૦ને પાર પંહોચતા અરવલ્લી જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્રતં દ્વારા આ વિસ્તારને કન્ટેનટમેનટ ઝોન જાહેર કરી હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધર્યો છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા નિયંત્રણ વિસ્તારમાં જઇ ને મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર અને ૧વધુ ફિમેલ હેલ્થ અને આશા વર્કર મળી કુલ- ૮૬ ટીમ બનાવવામાં આવી છે, જે જેઓ જિલ્લાના ૩૨૦૬ ઘરના ૧૫૭૫૭ વધુ લોકોના ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો છે, કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આગામી ૨૮ દિવસ સુધી સળંગ હાથ ધરવામાં આવનાર સરવે દરમ્યાન શરદી, ખાંસી અને તાવ ધરાવતા લોકોને અલગથી તારવવામાં આવશે. આ ઉપરાંત મોડાસા શહેમાં પણ કોરોનાનો વ્યાપ વધતા કોરોનાનો આંક ૧૨૦ને પાર પંહોચી ગયો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા શહેરને ચાર ઝોનમાં વિભાજન કરી ૪૯ ટીમો દ્વારા ૧૮૩૨ ઘરોના ૯૫૭૫ લોકોનો સર્વે હાથ ધર્યો છે.

જિલ્લામાં હાલમાં વાત્રક કોવિડ હોસ્પિટલ ૦૮ તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ૨૨ પોઝીટીવ દર્દીને સારવાર હેઠળ છે.તેમજ અરવલ્લી જિલ્લા ના ૦૪ પોઝીટીવ કેસ હિમતનગર સીવીલ હોસ્પિટલમાં,અમદાવાદની હોસ્પિટલમાં ૦૩ તેમજ ગાંધીનગરની હોસ્પિટલમાં એક દર્દી સારવાર હેઠળ છે. આમ જિલ્લામાં હાઇ કુલ ૩૮ કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે. જયારે સોમવારના સાંજે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાંથી કુલ ૦૫ પોઝીટીવ દર્દીની સારવાર પૂર્ણ થતાં રજા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *