રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના દિપડીયા ગામે ૨૨ દિવસ પહેલા નાળુ રીપેરીંગ કર્યુ હતું તરત નાળુ ટુટી જતાં ગામ લોકોમાં ભરાયો રોષ.રાજુલા તાલુકા કોગ્રેસ ના ગ્રામ્ય પ્રમુખ પંકજ બારૈયા દ્વારા જણાવ્યુ હતું કે આ નાળુ બનાવ્યુ અને તરત ટુટી ગયું હતું દિપડીયા ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. પંકજ બારૈયા અને ગામ લોકો ભરાયા રોષે જો તાત્કાલિક ધોરણે રીપેરીંગ કામ નહીં કરવા મા આવે તો રાજુલા મામલતદાર સાહેબ અને નાયબ કલેકટર સાહેબ ને રજૂઆત કરી ને આંદોલન કરવાની ચીમકી આપી હતી.દિપડીયા ગ્રામ પંચાયત બે ઠેલી સીમેન્ટ વાપરી ને ખોટા બિલો બનાવી ને ભ્રષ્ટાચાર કરવા લાગી છે.