દાહોદમાં ત્રણ દિવસમાં કોરોનાના આઠ દર્દીઓને રજા અપાઈ..

Corona Dahod Latest
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ

દાહોદ જિલ્લામાં આજે વધુ કોરોના સંક્રમિત વ્યક્તિઓ સંપૂર્ણ સાજા થઇ જતા કોવિડ કેર સેન્ટર ખાતેથી રજા આપવામાં આવી છે રવિવારે ઝાયડસ સીવીલ હોસ્પીટલ ખાતેથી ૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં આઠ દર્દીઓને રજા આપવામાં આવી છે.

દાહોદના સાબીર ભાભોર દસ દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. તેમને પ્રથમ સીવીલ હોસ્પીટલમાં બાદમાં કોવિડ કેર સેન્ટર ખાતે સઘન સારવાર આપવામાં આવી હતી. બાદ આજ રોજ તેમને હોસ્પીટલ સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ સાથે રજા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *