રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના દિપડીયા ગામે પત્રકાર વિક્રમ સાંખટ પત્રકાર વિરજીભાઈ શિયાળ દ્વારા દિપડીયા ગામની બે કિલો મીટર સુધી મુલાકાત લીધી હતી ત્યારે સામે કાંઠા વિસ્તારમાં ૮૦ થી ૯૦ તૈયારે ખેડૂતો ને તેમજ લોકો ને સાલવા મા ખુબ માટી મુશ્કેલી પડે છે વાહનો સાલે તેવી કોઈ શક્યતા નથી અત્યારે ચોમાસુ શરૂ છે ત્યારે ખેડૂતો ને ખેતરમાં ખાતર તેમજ અન્ય વાહનો લઈ જવા માટે ખુબ મોટી મુશ્કેલી પડી રહી છે. રોડ ઉપર બળદ ગાડુ કે ટેકટર પણ ચાલી શકે તેમ નથી તો એ રોડ ઉપર ખેડૂતો ને ખાતર બિયારણ કેવી રીતે પહોચાડવુ તે પ્રશ્ર છે તેમજ દર વર્ષે ચોમાસામા અસંખ્ય ખેડૂતો ની અને ગામ લોકોને ખુબજ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.
છતાં આ રોડ નો દિપડીયા ગ્રામ પંચાયત દ્વારા સરખો કેમ નથી કરવામાં આવતો તેવા અનેક સવાલો છે ખેડૂતો એ પત્રકારો સમક્ષ રજુ કર્યા હતાં આ રોડ માત્ર ખેડૂતો માટે નહીં પણ બાજુનુ ગામ વાવેરા ગામ મા મોટાભાગે વાવેરા ની સીમ મા જવા નુ કાઈમી માટે હોય છે પણ અત્યારે ચોમાસામા વાવેરા જવા માટે ૫ કિલોમીટર ફરીને જવુ પડે છે. દિપડીયા ગામ લોકો દ્વારા ભ્રષ્ટાચાર ના આરોપ લગાવામા આવ્યા છે કે નંદી મા ૨૨ દિવસ મા નાળા ટુટી ગયા છે હજુ નાળુ રીપેરીંગ કર્યુ ત્યાં તરત ટુટી ગયુ છે અને ગામ લોકો દ્વારા સરપંચ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં દિપડીયા ગામના લોકો અને રાજુલા તાલુકા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક રોડ રસ્તા સારા નહીં કરવા મા આવે તો રાજુલા મામલતદાર સાહેબ અને પ્રાંત અધિકારી ને રજૂઆત કરી ઉપવાસ આંદોલન કરશે.