રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા મા ડુંગરો ની હારમાળા આવેલી છે ઉનાળો આવતા આ ડુંગરો સુકાય જાય છે પરંતુ એકજ વરસાદ ના પાણી મા એ લીલાછમ થઈ જાય છે અને નયનરમ્ય કુદરતી દ્રશ્ય જોવા મળી રહેછે છોટાઉદેપુર ના નસવાડી ની આસપાસ ના ડુંગરો નો નજારો નયનરમ્ય જોવા મળે છે આદિવાસી ઓ ડુંગર ને દેવ સમજી તેની પૂજા પણ કરે છે અને ડુંગર ની ટોચે મંદિરો પણ બનાવ્યા છે એની દિવસા ના દિવસે પૂજા પણ કરે છે આ ડુંગરો ઉપર વાઘ ના પંજા ના નિશાન તેમજ શહીદ સ્મારક તેમજ ડુંગરો ઉપર વિવિધ દેવ ના સ્થાનક પણ બનાવ્યા છે જુદીજુદી આવેલ જંગલ મા અનેક વનસ્પતિ ચોમાસા પછી મળી આવે છે તેને વીણવા પણ ગ્રામીણ લોકો જાય છે અને તેમાંથી સારી આવક ઉભી કરે છે જે ઘણી વખત આફત રૂપ પણ બની જાય છે ચોમાસા ની અંદર ડુંગરો નું દ્રશ્ય કાશ્મીર જેવું રઢિયામનું લાગે છે આમ ઉપરથી ડુંગરો નો નજારો ચોમાસા માં જોવા જેવો હોય છે.