રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
રાજ્યમાં અલગ અલગ સંગઠનો હાલમાં પોતાના વિસ્તાર થી લઇ શહેર માં ગામડા માં રેહતાં લોકોને મદદ કરે છે ત્યારે ગાંધીનગર થી રાષ્ટ્રીય મુસ્લિમ સેના કાર્યરત છે આસેના મા જોડાયેલ પ્રમુખો થી લઇ તમામ હોદ્દેદારો સરકાર ની યોજના લઘુમતી ઓ સુધી પોહચે અને મુસ્લિમ લોકોને પણ લાભ મળે તે હેતુ છે.જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા મુસ્લિમ સેના ના પ્રમુખ તરીકે નસવાડી ના શેહઝાદ મેમણ (વકીલ) ની વરણી કરાઈ છે વરણી થતાં વકીલો તેમજ ગામના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજ ના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.