રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેર-તાલુકા માં સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાતો હોય પગલાં ભરવા જરૂરી…
કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ એક અને તાલુકાના કેવદ્રા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં કેશોદના કુલ કેસ વધીને સતર થયાં છે. કેશોદ તાલુકાના કેવદ્રા ગામે યુવાન ઉ.વ. ૨૯ અને કેશોદ આલાપ કોલોનીમાં વૃઘ્ધ મહિલા ઉ.વ.૬૦ ને કોરોના વાયરસ નાં લક્ષણો જોવા મળતાં સેમ્પલ લેવામાં આવ્યાં બાદ રીપોર્ટ પોઝીટીવ આવેલાં હતાં. બન્ને વ્યક્તિઓને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેશોદ તાલુકાના કેવદ્રા ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં સરપંચ દ્વારા સાવચેતીના પગલાં ભરવા એવું નક્કી કર્યું છે કે બહારગામથી આવતા વ્યક્તિઓને મેડિકલ ચેકઅપ કર્યા વગર ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. કેશોદ શહેર-તાલુકા માં કોરોના પોઝીટીવ કેસ ની સાંકળ તુટતી નથી અને કેસ વધી રહ્યાં છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.