વડોદરા : રેડ, ઓરેન્જ અને યલો ઝોનની ૧.૪૮ લાખની વસ્તીમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયો

Corona Latest Madhya Gujarat

વડોદરામાં કોરોનાના કેસ વધ્યા બાદ સંક્રમણ રોકવા માટે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોને વ્યૂહાત્મક રીતે રેડ, યલો, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે, અને આ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરી સાથે આરોગ્ય ખાતાના હેલ્થ વર્કરોની ટીમ ઉતારીને ઘેર ઘેર ફરી સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી.

રેડઝોનમાં ૮૩૦૦ ઘરની ૩૮૩૫૪ની વસ્તીનો સર્વે કરતાં એક શંકાસ્પદ કેસ મળ્યો હતો. જેને ગોત્રી રિફર કરાયા છે. ઓરેન્જ ઝોનમાં ૧૨૫૫૭ ઘરની ૬૨૭૭૫ની વસ્તીનો સર્વે કરાયો તો. જ્યારે યલો ઝોનમાં ૧૧૧૭૭ ઘરની ૪૭૩૧૮ ઘરની વસ્તીમાં સર્વેમાં ૧ શંકાસ્પદ કેસ મળતાં તેને એસએસજી રિફર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *