રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
બાલાસિનોર ૧૨૧ ના ધારાસભ્ય અજીતસિંહ ચોહાણ ને આગળ કૂવો અને પાછળ ખીણ જેવી સ્થિતિનું નિર્માણ.
મહિસાગર જિલ્લામાં ગુજરાત રાજય યુવક બોર્ડના કન્વીનર દ્રારા ઉજવાયો જન્મદિવસ, વિડીયો વિરપુર તાલુકાનો હોવાનું અનુમાન વિરપુર કવન પટેલ નામના જન્મદિવસ હોવાનું અનુમાન, બિયરની બોટલ સાથે તલવાર દ્રારા કેક કાપવામાં આવી વિગેરે ન્યુઝ ચેનલમાં પ્રસારીત થઇ રહેલ સમાચાર અંગે મહે.પોલીસ અધિક્ષક મહીસાગર-લુણાવાડા નાઓના માર્ગદર્શન તથા ના.પો.અધિ.સા. લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની સુચનાથી પોલીસ ઇન્સપેકટર એસ.કે.ગામીત થાણા અધિકારી વિરપુર તથા તેમના પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા સોશીયલ મીડીયમા વાયરલ થયેલ વીડીયો બાબતે તપાસ કરી કવન પટેલ સહીત કુલ -૭ આરોપીઓને પકડી જેઓના વિરૂધ્ધમા પ્રોહીબીશન એક્ટ હેઠળ તથા જાહેરનામાભંગના કેસો કરવામા આવેલ છે તથા વીડીયોમા જોવા મળતી ગાડી મહીન્દ્રી એસ.યુ.વી. નંબર જી જે ૦૬ એફ સી ૬૨૦૨ તથા કેક કાપવામા ઉપયોગ કરાયેલ તલવાર ગુનાના કામે કબજે કરવામા આવેલ છે.તથા માસ્ક પહેર્યા વગર જન્મ દિવસની ઉજવણી કરી રહેલા તમામ ઇસમોને માસ્ક ન પહેરવા બદલનો દંડની પણ કાર્યવાહી કરવામા આવેલ છે.અને તા.૧૧/૦૭/૨૦૨૦ના રોજ પણ વધુ તપાસ જારી રાખી બીજા કુલ-૬ ઇસમોને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.તથા સોશ્યિલ મીડીયામા વાયરલ થયેલ વીડીયોમા દેખાતા તમામ ઇસમોને પકડવાની તપાસ તજવીજ જારી છે.
સુફિયાણી વાતો કરતા અને મીડિયામાં સોશ્યલ ડિસ્ટન્સીગની વાતો કરતા ધારાસભ્ય અજીતસિંહ ચોહાણ પણ ૨૭ મે ૨૦૨૦ ના રોજ પોતાની બર્થડે પાર્ટીમાં કોઇ પણ પ્રકારની લોકડાઉન ની ગાઇડલાઈનનું પાલન કરતા ન જોવા મળ્યા. તલવાર સાથે પોતાના કાર્યકર્તાઓ સાથેની તસવીર વાઈરલ થતાં ચર્ચાનું પાત્ર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ગત ૨૭ મે ૨૦૨૦ ના રોજ પોતાની વર્ષગાંઠ નિમત્તે કોઇ પણ પ્રકારનું સોશ્યિલ ડિસ્ટન્સીગનું પાલન કાર્ય વિના પોતાના કાર્યકર્તાઓ સાથે પાર્ટી કરતાં ધારાસભ્ય જ્યારે નિવેદન આપ્યું છે ત્યારે કોણ કોને કહે જેવો માહોલ સર્જાયો છે ત્યારે હમેશા વિરોધપક્ષ તરફથી આવતા નિવેદનો માટે જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે આ બધા જૂના અને ખોટા વિડીઓ અને ફોટો છે તેવું કહીને પોતાનું નિવેદન આપ્યું છે.
શું આ ભાજપ અને કૉંગ્રેસની યુવા લડાઈ માં પોલીસ તંત્ર કોને સાથ આપે છે? કે સરખો ન્યાય આપે છે? તે મહીસાગર જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે.