વેજલપુર ગામની હદમાં આવેલું અડાદરા ગામ કે જ્યાં આવા ભર ચોમાસામાં ગ્રામજનો પાણીના વેખલા મારી રહ્યા છે. અડાદરા ગામમાં ના બસ સ્ટેન્ડ થી ગાયત્રી નગર સુધી ના વિસ્તારમાં છેલ્લા ૫ વર્ષ થી દુષિત પાણી આવે છે. શરીરની તંદુરસ્તી માટે સ્વચ્છ પાણી ખુબ જ જરૂરી છે. ત્યારે અડાદરા ગામ માં દુષિત પાણી ના કારણે રોગચારો ફેલાવાનો ભય ગ્રામજનો ને સતાવી રહ્યો છે. દુષિત પાણી થી કોરોના થી પણ ખતરનાક રોગ થઇ શકે છે દુષિત પાણીથી ગ્રામજનોમાં બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. દુષિત પાણીના કારણે ચામડી ના રોગ,ખંજવાળ, વગેરે જેવા રોગ થઇ શકે છે. આ બાબતે ગ્રામજનો દ્વારા ગામના સરપંચને પણ જાણ કરી હોવા છતાં સરપંચ દ્વારા ગામ લોકોના પ્રશ્નો નો જવાબ આપ્યો ન હતો કે સમસ્યા નું નિરાકરણ પણ કર્યું ન હતું.
ગ્રામજનો દ્વારા ૨૦૧૬ ના વર્ષ માં અડાદરા તલાટી,ગ્રામપંચાયત, આરોગ્ય વિભાગ તથા પંચમહાલ જિલ્લા કલેક્ટર ને પણ લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા ન હતા.ત્યાર બાદ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ ૨૦૧૮ માં ફરી લેખિત માં રજુઆત કરી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ના પગલાં લેવાયા નથી.તેથી ગામ લોકો ને દુષિત ગંધાતું પાણી પીવાનો વારો આવ્યો છે. ગ્રામજનો દ્વારા ૫ વર્ષમાં ૨ વખત રજુઆત કરવા છતાં તંત્ર હજુ પણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામજનોની સમસ્યા નિરાકરણ આવશે કે તંત્રની લાલિયાવાડી કાયમી રહેશે તે હવે જોવાનું રહ્યું છે.