રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૭ વર્ષથી પ્રમાણિકતાથી ફરજ બજાવતા હરેશ કુમાર કનૈયાલાલ પાઠક વયમર્યાદાને લઈ નિવૃત થતા માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે થી વિદાય આપવામાં આવી હતી. કચ્છ ગાંધી ધામથી ૧૯૮૨ થી પોલીસ વિભાગમાં પોતાની કારકિર્દી ની શરૂઆત કરનાર હરેશભાઈ ૨૦૧૩ થી માંગરોળ શહેર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા. વિદાય પ્રસંગે પી.એસ.આઈ વિંઝુડાએ હાર પેહરાવી નારિયેળની પળો આપી સન્માન સાથે વિદાય આપી હતી. સાથી પોલીસ સ્ટાફ દ્વારા યાદગીરી સ્વરૂપે સ્મૂતી આપી હતી. આ પ્રસંગે પાઠક ભાઈએ પોતાની પોલીસ જીવનની યાદગીરીને વાગોળી હતી.