રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીરગઢડાનાં મહિલા પી.એસ.આઈ. કે.એન.અઘેરાના માર્ગદર્શન હેઠળ પોલીસ જમાદાર ધીરજલાલ બાલા શંકર જોષી, પ્રવિણભાઈ મેઘપરા, નાઝીરભાઈ, વિક્રમભાઈ ઓડેદરા, કલ્પેશભાઈ કરશનભાઈ ચૌહાણ ગીરગઢડા ગામમાં પેટ્રોલીંગ કરી રહયા હતા ત્યારે હનુમાનપરામાં જાહેરમાં જુગાર રમતા ૬ લોકો ધર્મેશ બાબુ જેઠવા, ઈકબાલ હુસેનભાઈ, સાબીર રજાકભાઈ, રાહીલ રફીકભાઈ, કિર્તેન ધર્મેશ જેઠવા, વનરાજ કરશનભાઈ ભાલીયાને ગંજી પતા સાથે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂા.૩૭૨૦૦ સાથે પકડી ગીરગઢડા પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.