આજ રોજ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી ના પ્રમુખ ડૉ કિરણ વસાવા ની આગેવાની માં મહામહિમ રાજ્યપાલ-ગુજરાત ને સંબોધી ને નર્મદા જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.
તેમાં જણાવવામાં આવ્યું છે કે “બંધારણ ની 5 મી અનુસૂચિ વાસ્તર માં માં રાજ્ય ની કારોબારી સત્તાઓ માત્ર અનુસૂચિ ને અનુરૂપ જ હોઈ શકે. રાજ્ય ની સ્વતંત્ર સત્તા આ વિસ્તાર માં હોઈ શકે નહીં. માટે આ વિસ્તાર માં આદિવાસી સમાજના રીત રિવાજો અનુરૂપ જ સરકારે વર્તવાનું હોય છે. સાથે મહામહિમ રાજ્યપાલ શ્રી 5મી અનુસૂચિ ના રખેવાળ હોવાથી તેમણે માત્ર ઘટતુ કરવાના આદેશ આપવાની જગ્યા એ ખાસ જાહેર નામનો પડી સ્પષ્ટ આદેશો આપવા જોઈશે ..
જેમાં મુખ્ય માંગણીઓ:
(1)સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન અધિનિયમ 2019 રદ કરવા માં આવે.
2) હાલ 6 ગામોનું જે તાર ફેંસિંગ કરવામાં આવેલું છે તે દૂર કરવા માં આવે
3) ગ્રામસભાઓ ની સત્તાઓ ને સરકાર તેમજ સ્થાનિક અધિકારીઓ સ્વીકારે અને પોલીસ તંત્ર દ્વારા માત્ર IPC અને CrPC નો આધાર લઈને સ્થાનિક લોકો પર જે દમન કરવામાં આવે છે તેની જગ્યાએ આદિવાસીઓ ની રૂઢિ અને પરંપરાઓનું પણ ધ્યાન રાખવામાં આવે એવું ખાસ વટહુકમ બહાર પાડવામાં આવે.
4) બંધારણ ની અનુસૂચિ 5 ના વિસ્તાર માં થયેલ ગૈર બંધારણીય બાંધકામ, જમીન હસ્તાનતરણ અને અતિક્રમણ દૂર કરવામાં આવે.
5) કોઈ પણ કારણ સર આ વિસ્તાર માં કોડી ના ભાવે સરકારે જમીનો લઈ લીધેલ છે તે પાછી મુલમાલિક ને આપવા માં આવે.
ઉપરોક્ત તમામ માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આવતા સમયે આમઆદમી પાર્ટી એ બાબતે ગાંધી ચીંધ્યા માર્ગે સત્યાગ્રહ કરશે.