રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોરોના વધતા જતા કેસોને લઈને પ્રાંતિજ ના વેપારીઓ દ્વારા દુકાનો ખોલવા બંધ કરવાના ટાઇમ માં ફેરફાર કર્યો સવાર ના ૭ થી ૧ વાગ્યા સુધીનો કર્યો .
હાલ કોરોના ની મહામારી ને લઈને દિવસે ને દિવસે જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં વધતા જતાં કેસોને લઈને આજે પ્રાંતિજ નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકા ના પ્રમુખ ગીતાબેન પટેલ ની અધ્યક્ષતામા પ્રાંતિજ વેપારીઓની એક મીટીંગ યોજાઈ હતી જેમાં પ્રાંતિજ ના વેપારીઓ દ્વારા પ્રાંતિજ માં કોરોના ના વધતા જતાં કેસોને લઈને સ્વૈચ્છિક રીતે ટાઇમ માં ફેરફાર કર્યો હતો જેમાં સવાર ના ૭ થી બપોર ના ૧ વાગ્યા સુધીનો ટાઇમ ૮/૭/૨૦૨૦ થી ૧૫/૭/૨૦૨૦ કરવામાં આવ્યો હતો જેને લઈને પ્રાંતિજ ખાતે ધંધા રોજગાર કરતા વેપારીઓએ પણ સ્વૈચ્છિક સંમતી દશાવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ,બીપીનભાઈ સોની,નૈલેષભાઇ સોની,ગૌત્તમભાઇ ભાવસાર,ભાવેશભાઇ મોદી,મનોજભાઈ મોદી,ઘનશ્યામ ભાવસાર,ધમાભાઇ સોની સહિત ના વેપારીઓ નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં તો આ અંગે દુકાનો બધ રાખવા કે સમય મા ફેરફાર કરવા માટે તંત્ર એ કોઇ પણ પ્રકારની જવાબદારી સ્વીકારી નહતી અને માત્ર કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારોમાં તંત્ર એ જવાબદારી સ્વીકારી હતી ત્યારે હાલ તો વેપારીઓ આ સ્વૈચ્છિક નિર્ણય ને વેપારીઓનું સમર્થન મળ્યું છે તેએ યોગ્ય નિર્ણય છે જેના થી સંક્રમણ નું પ્રમાણ ગણું ધટશે.