ગોગુંદાની કુખ્યાત ચંદન ચોર “હમ નહીં સુધરેંગે” ગેંગ સાથે સંકળાયેલા ૧૬ ગુન્હાઓમા ભાગી ચૂંટેલા આરોપી સહિત બીજા ર આરોપીઓને મુદ્દા માલ સહીત લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા

છેલ્લા છ એક માસથી ઇડર પોલીસ સ્ટેશનના વિવિધ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં વાવેલા તથા કુદરતી રીતે ઉગેલા ચંદનના વૃક્ષોની ચોરીઓના બનાવો છાસવારે બને છે. જે ચંદન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા ગુન્હાનો ભેદ ઉકેલવા માટે ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગૂજર, ના સુચના આધારે પો.ઇન્સ એલ.સી.બી. એમ.ડી.ચંપાવત ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.પી.રાવ, તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. વિક્રમસિંહ, આ.હે.કો સનતકુમાર, અ.પો.કો. વિજયસિંહ, અમરતભાઇ, પ્રહર્ષકુમાર, વિજયભાઇ, પ્રકાશભાઇ, રમતુજી તમામ એલ.સી.બી. શાખાના પોલીસ માણસોની ટીમ દ્વારા બનાવ ની જગ્યાએ તાપસ કરી ખાનગી બાતમીના આધારે, “ઇડર તથા આજુબાજુના વિસ્તારોમાંથી ચંદનની ચોરી કરનાર ત્રણ ઇસમો લાલ કલરનું બાઇક લઇ હાલ ભિલોડા થી ઇડર તરફ આવી રહ્યા છે.તેવું જાણવા મળતાજ તેમની અટકાયત કરી કુલ ૫૫,૦૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા.તેમજ ત્રણેય ઈસમોને ઇડર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *