રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળાના રજપૂત ફળીયામાં રહેતી વિધવા બેનને તેમના બનેવી એજ ઝગડો કરી માથામાં પંચ મારી ઇજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રજપૂત ફળીયામાં રહેતા નેહલબેન કિશોરસિંહ રાજએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે વિધવા હોય તેમના બનેવી બ્રિજેશભાઇ રાજેશભાઇ પટેલ રહે.ચંન્દ્રવિલા સોસાયટી, રાજપીપળાએ કલ્પેશ નામના વ્યક્તિ પર ખોટો વહેમ રાખી નેહલબેનને ગમે તેમ ગાળો બોલ્યા બાદ બનેવી એ જણાવ્યું કે હું તારૂ પુરૂ કરીશ તારે કલ્પેશ સાથે સંબંધ રાખવાના નથી તેમ કહી ગાલ પર ત્રણ થપ્પડો મારી તેમજ નેહલબેનની સાથે ક્રૂરતા ભર્યો વ્યવહાર કરી બીજા રૂમમાં જઇ હાથના પંજામાં લોખંડનો પંચ પહેરી ફરીયાદીને માથામાં જમણી બાજુ મારી ગંભીર ઇજા કરી હતી. નેહલબેનની ફરિયાદના આધારે બનેવી બ્રિજેશ ભાઈ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.