રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ભારે પવન સાથે વરસાદ મીની વાવાઝોડાના કારણે દેશી મકાનોના છાપરા પતરા નળીયા ઉડયાં સાથે ઘરવખરી પલળી જતાં અનેક પરિવારો મુકાયા મુશ્કેલીમાં સરકાર દ્વારા સહાય આપવામા આવે તેવી પરિવારજનોની માંગણી છે.
બે દિવસથી સમગ્ર કેશોદ તાલુકામાં અનરાધાર મેઘસવારી સાથે ગત રાત્રીના ભારે પવન સાથે મીની વાવાઝાેડું ફુંકાયું હતું જેના કારણે કેશોદ તાલુકાના હાંડલા ગામે વીસથી પણ વધુ કાચા દેશી મકાનોના છાપરાં પતરા નળીયા હવા સાથે ગામના જાહેર
જાહેર માર્ગોમાં ઉડયા હતા જેથી છાપરા પતરા નળીયા તુટી ગયા હતાં સાથે ઘરમાં રહેલી ઘર વખરી પણ પલળી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયાછે કે બાબતે મકાનોમાં નુકશાન થયેલાં પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી મકાન ધારકો માંગણી કરી રહયાછે હાલ કુદરતી આફતનો તમામ પરિવારજનો સામનો કરિ રહયાછે તો કોઈ પરિવાર પોતાને રહેવા લાયક મકાન માટે મકાન રીપેરીંગનું કામ પોતે કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યુંછે હાલ તો બાબતે તલાટી મંત્રી દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહીછે ત્યારે વીસથી પણ વધુ કાચા મકાનોમાં કુદરતી આફતના કારણે જે તે નાના મોટી નુકશાની થવા પામી છે તેવા પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું છે.