જૂનાગઢ: કેશોદમાં અનુસુચિત જનજાતીએ ડે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ તાલુકાના અનુસુચિત જનજાતી કેટેગરીના પંદરસોથી વધુ અરજદારોની સહીઓ સાથે દાસાભાઈ ખાંભલાની આગેવાનીમાં રબારી સમાજની ઉપસ્થિતિમાં ડે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું, જેમાં જણાવેલ કે અનુસુચિત જનજાતીના પ્રમાણપત્ર ગુજરાતીમાં આપવામાં આવેલ છે જે પ્રમાણપત્રો જુદી જુદી સરકારી ભરતીઓમાં અંગ્રેજી ભાષામાં માંગવામાં આવે છે જેના કારણે અનેક યુવાનોની નિમણૂક પછી વંચિત રહે છે તેમજ જુદી જુદી સરકાર\ની યોજનાઓમાં પણ અંગ્રેજી પ્રમાણપત્ર માંગવામાં આવે છે અન્ય તાલુકાઓમાં અંગ્રેજી પ્રમાણપત્ર આપવામાં આવે છે ત્યારે કેશોદ તાલુકામાં પણ અંગ્રેજી પ્રમાણપત્ર આપવામાં આવે તેવી માંગણી સાથે ડે.કલેકટર મારફત મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર આપવામા આવ્યુ હતું. આવેદનપત્રના અંતે જણાવેલ હતું કે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન અંગ્રેજી પ્રમાણપત્ર આપવામાં નહી આવે તો રબારી જ્ઞાતી મંડળો દ્વારા ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે અંગ્રેજી ભાષામાં પ્રમાણપત્રો આપવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *