રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
પ્રાચી તીર્થ ખાતે 5 હજાર વર્ષ પહેલા નું માધવરાઇ મંદિર આવેલું છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ પિતૃ તર્પણ કાર્ય માટે અહીં આવ્યા હતા અને ત્યાર થી તે અહીં સરસ્વતી નદી ના રસ્તા માં બિરાજમાન છે ગીર સોમનાથ માં ધોધમાર વરસાદ ખાબક્યો છે તાલાલા ના ગીર પંથક ની સરસ્વતી નદી બે કાંઠે વહી છે જેના કારણે માધવરાઇ મંદિર પાણી માં ગરક થયું છે તાલાલા અને ગીર પંથક મા જોરદાર વરસાદ ખાબકતા પ્રાચી ની સરસ્વતી નદી મા નવું નિર આવતા સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ભગવાન માધવરાય ની મૂર્તિ 4ફૂટ ઊંડા પાણીમાં ગરકાવ થતા શ્રદ્ધાળુઓ ને દૂર થી જ ભગવાન નો દીદાર કરવાની ફરજ પડી છે રિષિગિરિ બાપુના ના કેહવા મુજબ જ્યા સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી શ્રદ્ધાળુઓ દર્શન નહીં કરી શકે એટલુંજ નહીં ભગવાન ની આરતી અને પૂજા પણ નહીં થઇ શકે.