રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
હાલ એક તરફ સરકાર ગામેગામ રોડ રસ્તા બનાવવા ગ્રામ પંચાયત ને ગ્રાન્ટ ફાળવતી હોય છે ત્યારે અરવલ્લી જીલ્લા ના મેઘરજ ના નવાગામ મા મનાત ફળી,તરાળ ફળી,ડૈરીયા ફળી આવેલ છે જેમા અંદાજીત ૫૫૦ જેટલા લૌકો વસવાટ કરૈ છે નવાગામ ગ્રૃપ ગ્રામ પંચાયત નજીક પીકઅપ સ્ટેન્ડ થી નવાગામ પ્રાથમિક શાળા નં ૧ તેમજ આગણવાડી કેદ્ર નં ૧ થી રામજી મંદીર થઈ સરકારી દવાખાના તરફ જતો વરસૌ જુનો કાચો રસ્તો આવેલ છે ગ્રામ જનો દ્રારા આ રસ્તા પર રોજનુ રૌજ કામ તથા માંદગી તથા આર્થીક તેમજ રોજ ની અવર જવર આ રસ્તાપર કરતા હતા આ રસ્તા ઉપર સવાર સાંજ દુધ મંડળી માં જવાથી માંડી છોકરાઓના શિક્ષણ માટે તેમજ બિમાર વ્યક્તી માટે પણ આ રસ્તો એકદમ નજીક પડવાના કારણે ગ્રામ જનો આ રસ્તા નૌ ઊપયૌગ કરતા હતા ત્યારે રસ્તામા ઐકાએક ગામના ઈસમો ધ્વારા રસ્તો ખોદીપડાતા હાલ અવર જવર બંધ થતા ગ્રામજનોને સરકારી દવાખાને,દુધ મંડળીમાં જવા માટે ગોળફરીને લાંબા રસ્તેથઈ જવા મજબુર બન્યા છે મહત્વની વાત તો ઐ છેકે વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજય ની પંચાયતની તમામ ચુટણી મા શાળા નંબર ૧ માં અંદાજીત ૧૦૦૦ની આસપાસ મતદાતાઓ પણ આજ રસ્તાનો ઉપયૌગ કરતા હોય છે ત્યારે રસ્તાને ખોલવા માટે ગ્રામજમો ધ્વારા વહીવટ દારોને લેખીત મા અરજી કરવામા આવી છે.