અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ચાલુ વર્ષે કપાસના પાકમાં ગુલાબી ઈયળ સામે નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવા અનુરોધ.

Arvalli
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લામાં ગત વર્ષે કપાસ પાકમાં નુકસાન કરતી ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળેલ હતો. આ જીવાતનું નુક્સાન બહારથી ઓળખવું મુશ્કેલ હોય છે. તેમજ ચાલુ વર્ષે કપાસના પાકનું પણ સારા વિસ્તારમાં વાવેતર થયેલ હોય ગુલાબી ઈયળ સામે ખેડૂતોને નિયંત્રણ માટે વિવિધ પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.

જેમાં ઉપદ્રવની શરૂઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની નર ફૂદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા, કપાસનાં પાકમાં ફૂલ-ભમરી, જીંડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પધ્ધતિથી ૧૦૦ ફૂલ-ભમરી/ જીંડવા તપાસવા તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો, દવાઓનો છંટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો, ક્ષમ્યમાત્રાને અનુસરી ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી ૦૪ મિ.લિ. અથવા આલ્ફાસાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૦૩ મિ.લિ અથવા એમામેક્ટીન બેનઝોએટ ૫ એસજી ૦૩ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૧૬% + આલ્ફાસાયપરમેથ્રીન ૧% ઇસી ૧૦ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫ ઇસી ૧૦ મિ.લિ. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુ.પી. ૧૦ ગ્રામ કીટનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો, ગુલાબી ઇયળના ઉપદ્રવ શરૂ થયેથી બીવેરીયા બાસીયાનો ૨૫ કિલો/હે. પ્રમાણે છંટકાવ કરવો, કપાસના પાકમાં ફુલભમરી તથા જીંડવાની શરૂઆત થયે હેક્ટરે ૧.૫ લાખ ટ્રાયકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડિયામાં હેક્ટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટી(ક્રાયસોપા) ની ઇયળો છોડવાથી જૈવીક નિયંત્રણ કરી શકાય છે, નિયંત્રિત પિયતથી આ જીવાતનો ઉપદ્રવ વધતો અટકાવી શકાય તેમજ શક્ય હોય ત્યાં આંતરપાકનું વાવેતર કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *