રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ના મુખ્યમાર્ગ એવા સ્ટેશન રોડ ઉપર આવેલા સ્ટ્રીટ લાઈટના પોલ નીચે વાયરો ખુલ્લા હોવાથી રાહદારીઓ માટે જોખમ રૂપ બન્યા છે. રાજપીપળા ના મુખ્ય માર્ગો ઉપર નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો ના થાંભલા પર ના મોટાભાગના ફ્યુઝ બોઝ તૂટેલી હાલત માં છે જેથી તેના ખુલ્લા વાયરો લોકો માટે જોખમી બન્યા છે વળી હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય લોખંડ ના થાંભલામાં પણ કરંટ લાગવાનો ભય રહેલો છે તો પાલિકા દ્વારા સત્વરે આ ખુલ્લા વાયરો નું સમારકામ કરાય તેવી લોકમાંગ ઉઠી છે. હાલ થોડા દિવસ ઉપર જ પાલીકા ના એક વાયરમેન ને ભાટવાડા વિસ્તાર માં ચાલુ ફરજે કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી હતી તે બાબત બાદ પાલીકાના સત્તાધીશો એ શીખ લઈ આવી ઘટના અન્ય કોઈ બહાર ના વ્યકતિ કે બાળક સાથે ન બને એ માટે લટકતા આવા જોખમી વાયરો તેમજ અન્ય બાબત ગંભીરતા થી લઈ યોગ્ય કરવા જરૂરી છે.