રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના નવા મુવાડા ગામમાં આવેલી પાનમ સિંચાઇ વિભાગની કેનાલ કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વિના પાણી પુરવઠા વિભાગ દ્વારા કેનાલને કાપવાથી કેનાલના બંધારણને નુકસાન પહોંચાડ્યું છે. પાણી પુરવઠા વિભાગના તાબા હેઠળની એજન્સી દ્વારા નવીન પાઇપ લાઇન નાખવાનું કામ ચાલુ છે. જે ખોદકામ કરતી એજન્સી દ્વારા ૫/R માઈનોર ની ૭/L માઇનોર ની સાંકળ ૯૯૦ મી. ઉપર કેનાલ કાપી પાઇપ લાઇન નાખવામાં આવી છે.
ચોમાસુ માથે છે અને બહુ જ ટૂંક સમયમાં ખેડૂતોને ડાંગરના પાક રોપવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવશે. કેનાલ કાપી નખવાના કારણે જો પાણી શરૂ કરવામાં આવશે તો પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળશે અને પાકને નુકસાન પહોંચશે. એક બાજુ કોરોના જેવી મહામારી એ ભરડો લીધો છે બીજી બાજુ સરકારી અધિકારીઓ દ્વારા છૂટો દોર આપવામાં આવેલી એજન્સીઓ દ્વારા કરવામાં આવતા અમાનુષી અત્યાચાર જગતના તાત માટે વધુ મુશ્કેલીઓ સર્જી રહ્યો છે.
અધિકારીઓના લગામ વિના કામ કરતી એજન્સી ઓ દ્વારા કરવામાં આવતા આડેધડ કાર્યોમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આવી એજન્સીઓ કામ કેમ બંધ ન કરવું જોઈએ કે પછી અધિકારી ઓ ની મીલીભગત? એવા સવાલો એ પંથકમાં ખળભળાટ મચાવ્યો છે.