રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવ-દમણ અને દાદરા નગર હવેલી પ્રદેશમાં વિજ વિભાગનુ ખાનગીકરણ થવા જઈ રહયુ હોય તેને અટકાવવા વણાંકબારા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કર્યા બાદ સરપંચ વિરજી લકમને પ્રશાસક પ્રફુલ પટેલને લેખીતમાં રજૂઆત કરેલ છે. ખાનગી કંપની યુનિટના ભાવ વધારશે જેથી દીવ જિલ્લાની જનતાને આર્થિક બોજ વધશે. જેથી વિજ વિભાગ પ્રશાસન પોતાના હસ્તક જ રાખે અને ખાનગીકરણ નહી કરવા માંગ કરેલ છે.